Swadhyay Gujarati Bhavgeet | Sugandh Chare Kor | Swadhyay Pariwar

3 years ago
7

સુગંધ ચારેકોર!

સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે ,
અમે પૂમડાં તમે જ અત્તર , સાચું એ જ ખરે !

ઊગતાં લીલા ઘાસ વિચારો , જ્યાં પણ દઇએ અમે ,
વિચારમાં છો વારિ તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !

ધુમ્મસ ચીરી ગાઢ રાત્રિનું કિરણ પહોંચ્યું'તુ ખરે ,
કરીએ પ્રભુનું કામ લઇને , નામ તમારું અમે ;
તેજ કિરણનું , ગતિ તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !

વંદન કરીએ શબ્દ દઇને , કામ કરીશું અમે ,
શબ્દ અમારા બળ છો તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !

Song: સુગંધ ચારેકોર!
Artist: Jignesh Gondaliya

#swadhyayparivar #bhavgeet #gujaratima

Loading comments...