DEV SAYANI EKADASHI VRAT KATHA

2 months ago
52

*મારા આપને ખૂબ ભાવથી દેવશયની એકાદશીના જય શ્રી સ્વામિનારાયણ એકાદશી મહાત્મ્ય કથા*

*દેવ શયની એકાદશી – અષાઢ માસ ની શુકલ પક્ષ ની એકાદશી*

ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : ” હે ભગવાન !અષાઢ માસ ની શુકલ પક્ષ ની એકાદશી નું નામ શું છે ?અને એમાં કયા દેવતા ની પૂજા થાય છે ?તેની વિધિ કઈ છે તે બધુ વિસ્તાર પૂર્વક કહો .”

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : હે રાજન !એક સમય નારદે બ્રહ્માજી ને આજ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે બ્રહ્માજી બોલ્યા :” હે નારદ !તમે કલિયુગ ના જીવો ના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે ,કારણકે એકાદશી નું વ્રત બધા વ્રતો માં શ્રેષ્ઠ છે .આ વ્રત થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .આ એકાદશી નું નામ ‘પદ્મા’ છે .આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે .હું એક પૌરાણિક કથા કહું છું .”

સૂર્યવંશી માંધાતા નામ નો રાજા હતો .તે સત્યવાદી ,મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતો .તે પોતાની પ્રજા નું પુત્ર ની જેમ પાલન કરતો હતો .તેની સમસ્ત પ્રજા ધન ધન્ય થી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી .તેના રાજ્ય માં ક્યારેય અકાળ પડતો નહી .

એક સમય રાજા ના રાજ્ય માં ત્રણ વર્ષ સુધી વર્ષા ન થઇ અને અકાલ પડ્યો અને પ્રજા અન્ન ની કમી ના કારણે દુઃખી રહેવા લાગી ,રાજ્ય માં યજ્ઞ થવા બંધ થઇ ગયા .એક દિવસ પ્રજા રાજા ની પાસે જઈ પ્રાર્થના કરવા લાગી કે હે રાજન ! સમસ્ત વિશ્વ ની સૃષ્ટિ નું મુખ્ય કરણ વર્ષા છે .તે વર્ષા ના અભાવ થી રાજ્ય માં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે .હે રાજન ! તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકો ના દુઃખ દુર થાય .”રાજા બોલ્યા “તમે લોકો ઠીક કહો છો .વર્ષા ન થવા ને કારણે જ પ્રજા એ દુઃખ ભોગવવું પડે છે .હું ઘણું વિચારું છું પણ મને કોઈ રસ્તો દેખાતો નથી .તમારા લોકો ના દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરું છું .”આમ કહીને રાજા માધાંતા ભગવાન ની પૂજા કરીને થોડા મુખ્ય માણસો ને લઇ વન માં ચાલ્યા ગયા .ત્યાં તેઓ ઋષિઓ ના આશ્રમો મા ફરતા ફરતા બ્રહ્મા ના પુત્ર અંગિરા ઋષિ ના આશ્રમ માં આવ્યા .ઋષિ હમણાં જ નિત્ય કર્મ થી નિવૃત થયા હતા .રાજા એ તેમને પ્રણામ કર્યા અને ઋષીએ તેમને આશિર્વાદ આપ્યા .પછી પૂછ્યું કે તમે અને તમારી પ્રજા કુશળ છે ?તમારું અહીં આવવા નું પ્રયોજન કહો .રાજા બોલ્યા :હે મહર્ષિ !મારા રાજ્ય માં ત્રણ વર્ષ થી વર્ષા થઇ નથી તેથી અકાળ પડી ગયો છે .અને પ્રજા દુઃખ ભોગવે છે .હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું તો પછી આ અકાળ કેવી રીતે પડ્યો તે મને સમજાતું નથી .હું તમારી પાસે આ સંદેહ ની નિવૃત્તિ માટે આવ્યો છું તો કૃપા કરી મારા સંદેહ ને દૂર કરો અને પ્રજા ના હિત માટે કોઈ ઉપાય બતાવો .”

ત્યારે ઋષિ બોલ્યા હે રાજન ! આ સતયુગ બધા યુગો માં શ્રેષ્ઠ છે .એમાં ધર્મ ના ચારે ચારણ સમ્માંલિત છે .આ યુગ માં બ્રાહ્મણો ને તપસ્યા કરવાની તેમજ વેદ ભણવા નો અધિકાર છે .પરંતુ તમારા રાજ્ય માં એક શુદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે .આ દોષ ના કારણે તમારા રાજ્ય માં વર્ષા થતી નથી .જો તમે પ્રજા નું ભલું ઈચ્છો તો એ શુદ્ર ને મારી નાખો .ત્યારે રાજા બોલ્યા હે મુનીવર હું એ નિરપરાધ તપસ્યા કરનાર શુદ્ર ને મારી ના શકું .તમે કોઈ બીજો ઉપાય બતાવો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન ! જો તમે એવું જ વિચારો છો તો અષાઢ માસ ની શુકલ પક્ષ ની પદ્મા એકાદશી નું વ્રત વિધિ પૂર્વક કરો .આ વ્રત ના પ્રભાવ થી તમારા રાજ્ય માં વર્ષા થશે અને પ્રજા સુખી થશે .આ એકાદશી નું વ્રત બધી સિદ્ધિ ઓ દેનારું છે અને ઉપદ્રવ ને શાંત કરનારું છે .” મુની ના આ વચન સાંભળી રાજા પોતાના નગર માં પાછા ફર્યા અને વિધિ પૂર્વક પદ્મા એકાદશી નું વ્રત કર્યું .આ વ્રત ના પ્રભાવ થી રાજ્ય માં વર્ષા થઇ અને પ્રજા ને સુખ મળ્યું .

આ એકાદશી ને દેવશયની એકાદશી પણ કહે છે .આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષ ની કામના રાખતા મનુષ્યો એ આ એકાદશી નું વ્રત કરવું જોઈએ .ચાતુર્માસ વ્રત પણ આ એકાદશી ના વ્રત થી શરુ કરવા માં આવે છે .

કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા :હે ભગવાન !વિષ્ણુ ભગવાન નું શયન વ્રત કેવીરીતે કરવા માં આવે છે તે કૃપા કરી ને કહો .”શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ! હું કહું છું તે ધ્યાન પૂર્વક સાંભળો .”

જયારે સૂર્યનારાયણ કર્ક રાશી માં સ્થિત હોય ત્યારે વિષ્ણુ ભગવાન ને શયન કરાવવું જોઈએ .અને સુર્ય નારાયણ તુલા રાશી માં આવે ત્યારે ભગવાન ને જગાવવા જોઈએ .અધિક માસ આવે તો પણ વિધિ પ્રકાર આ પ્રમાણે જ રહે છે .આ વિધિ થી અન્ય દેવતા ઓ ને શયન ન કરાવવું જોઈએ .અષાઢ માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરવું જોઈએ .સૌ પ્રથમ વિષ્ણુ ભગવાન ની પ્રતિમા ને સ્નાન કરાવવું જોઈએ .પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવી તકીયાદાર શય્યા પર શયન કરાવવું જોઈએ .એમનું ધૂપ ,દીપ, નૈવેધ આદિ થી પૂજન કરવું જોઈએ .ભગવાન નું પૂજન શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો ના દ્વારા કરાવવું જોઈએ .”

હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયન થી આખું વિશ્વ સુઈ જાય છે .આ રીતે ભગવાન સામે હાથ જોડી વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન !તમે જ્યાં સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસ ના વ્રત ને નિર્વિઘ્ન રાખો .”

આ પ્રકારે સ્તુતિ કરી શુદ્ધ ભાવ થી માનવો એ દાતણ આદિ ના નિયમ લેવા જોઈએ .વિષ્ણુ ભગવાન નું વ્રત શરુ કરવા નું પાંચ કાળ વર્ણન કર્યું છે .દેવ શયની એકાદશી લઇ ને દેવોત્થાપન એકાદશી સુધી ચાતુર્માસ ના વ્રત ને કરવું જોઈએ .દ્વાદશી પૂનમ,અષ્ટમી કે સક્રાંતિ ના દિવસે વ્રત નો પ્રારંભ કરવો જોઈએ અને કારતક માસ ના શુકલ પક્ષ ની દ્વાદશી એ સમાપ્ત કરી દેવું જોઈએ .આ વ્રત થી સમસ્ત પાપ નષ્ટ થાય છે .જે મનુષ્ય આ વ્રત ને પ્રતિ વર્ષ કરે છે ,તે સૂર્ય ના સમાન દેદીપ્યમાન થાય છે અને દીપ્તિમાન વિમાન માં બેસી ને વિષ્ણુ લોક માં જાય છે

Loading comments...