NADIAD : મારી માટી, મારો દેશ કાર્યક્રમ ઉજવવામાં આવશે

1 year ago
3

NADIAD : 7-8-2023 MON
મારી માટી, મારો દેશ
૦૯ ઓગસ્ટથી ખેડા જિલ્લામાં આરંભાશે ' મેરી મિટ્ટી, મેરા દેશ' અભિયાન
મારી માટે, મારો દેશ અભિયાનમાં લોકભાગીદારી અને મીડિયાના મિત્રોની ભૂમિકા મુખ્ય છે.:- કલેક્ટરશ્રી કે.એલ.બચાણી
શિલાફલકમ, પંચ પ્રણ સેલ્ફી, વસુઘા વંદન, વીરોને વંદન, મીટ્ટી યાત્રા, ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોથી ખેડા જિલ્લો દેશ ભક્તિના રંગે રંગાશે
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે "મારી માટી, મારો દેશ' કલેક્ટર શ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. કલેક્ટર શ્રી કે. એલ. બચાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે ૦૯ ઓગસ્ટથી સમગ્ર જિલ્લામાં "મારી માટી મારો દેશ" કાર્યક્રમ ઉજવવામાં આવશે. જેમાં જિલ્લાના ૫૨૨ ગામડાઓ અને ૧૦ તાલુકાઓ સહિત ૧૦ નગરપાલિકાઓ ઉત્સાહભેર ભાગ લેશે.
શ્રી બચાણીએ વધુમાં જણાવ્યું કે, ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની શરૂઆત દેશના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે કરવામાં આવી હતી. આ “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની પુર્ણાહુતી “મારી માટી મારો દેશ' કાર્યક્રમ થકી આ વર્ષે દિલ્લીમાં થશે તેમ જણાવ્યું હતું.અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના અવસર પર “માતૃભુમિનાં વીરોને નમન અને માટીને વંદન “ ની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા- ૯ મી ઓગસ્ટથી "મારી માટી, મારો દેશ' અભિયાન યોજાશે. ખેડા જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. તા. ૦૯ થી ૧૧ ઓગસ્ટ દરમ્યાન તમામ ગ્રામ પંચાયતોમાં ઉજવણી થશે ઉપરાંત તા- ૧૭ થી ૧૯ ઓગસ્ટે તાલુકા કક્ષાએ અને નગરપાલિકામાં "મારી માટી , મારો દેશ' અભિયાન યોજાશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત, તાલુકા કક્ષાએ અને નગરપાલિકા વિસ્તારમાં પણ યોજાશે. જેમાં રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે “ માટીને નમન વીરોને વંદન થીમ “ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૯ થી તા.૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે.શિલાફલકમ સ્થાપના આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે “મીટ્ટી ઓફ ધ મધરલેન્ડ” કાર્યક્રમ યોજાશે. જેનું આયોજન ખેડા જિલ્લા સહીત દેશની તમામ પંચાયતોમાં થશે. ખેડા જિલ્લાની દરેક ગ્રામ પંચાયતના અને નગરપાલિકા દ્વારા અમૃતસરોવરો અથવા ગામના જળાશય કે પછી શાળા/ કોલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના નામવાળી તખ્તી - શિલાફલકમ સ્થાપિત કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ કર્મીઓ, રાજ્ય પોલીસ દળ, સી.આર.પી.એફ.ના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુથી સ્વાતંત્ર્ય સેનાની પરિવારને આમંત્રિત કરી તેમનું સ્થાનિક પરંપરા અને રીવાજો મુજબ સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજનાર દરેક કાર્યક્રમમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે. પંચ પ્રણ કાર્યક્રમ દરમિયાન પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. આ પ્રતિજ્ઞા લેતી પોતાની સેલ્ફી આ અભિયાનની વેબસાઈટ www.yuva.gov.in/meri_maati_mera_desh પર અપલોડ કરી શકશે. જેનું ઈ- સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થશે. .

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...