KHEDA : પોલીસના જવાનો દ્વારા રસ્સા ખેંચ સ્પર્ધા

10 months ago
3

KHEDA 2-8-2023 WED
પોલીસની અતિવ્યસ્ત કામગીરીની ફરજોમાં પોલીસના જવાનોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તથા શિસ્ત અને ટિમવર્કની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબની સૂચનાથી પોલીસ હેડ ક્વાર્ટર ખેડા ખાતે ખેડા જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો વચ્ચે તારીખ 31/7/2023 ના રોજ રસ્સા ખેંચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખેડા જિલ્લાના કપડવંજ ડિવિઝન અને નડિયાદ ડિવિઝનના પોલીસ અધિકારીઓ/ પોલીસ જવાનો વચ્ચે રસ્સા ખેંચ સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના કુલ 24 પોલીસ અધિકારીઓ અને 122 પોલીસના પુરુષ અને મહિલા જવાનોએ ખૂબ જ આનંદ અને હર્ષલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. ખેડા પોલીસ હેsક્વાર્ટર ખાતે પાયાની તાલીમ લઈ રહેલ આણંદ જીલ્લા વલસાડ જિલ્લા અને ખેડા જિલ્લાના કુલ 240 પોલીસમાં નવા ભરતી થયેલ તાલીમાર્થીઓ એ પણ રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં કપડવંજ ડિવિઝન અને નડિયાદ ડિવિઝનની બે બે મહિલા પોલીસની ટીમ તથા બે બે પુરુષ પોલીસની ટીમો એ ખુબજ જોશ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં કપડવંજ ડિવિઝનની મહિલા પોલીસની ટીમ અને પુરુષ પોલીસ ની ટીમ ફાઇનલ મુકાબલામાં વિજેતા થઈ હતી. જ્યારે પોલીસના નવા ભરતી થયેલ તાલીમાર્થીઓ માંથી સ્કવોડ નંબર ચાર અને પાંચ ફાઈનલ મુકાબલામાં પહોંચ્યા હતા. જેમાં સ્કવોડ નંબર પાંચ વિજેતા થયેલ હતો. છેલ્લે જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢીયા સાહેબના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી..

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...