0:00 / 0:00

15 seconds

15 seconds

NADIAD : શ્રી સંતરામ તપોવનમાં પદવીદાન સમારોહ

1 year ago
6

NADIAD : 1-8-2023 TUE
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્ય માં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) માં આજ રોજ 24મી batch નો પદવીદાન સમારોહ યોજાયો. તેમાં પ.પૂ મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રી ઓ અને મહેમાનો ના હસ્તે 110 બાળકો ને તેમના જીવન નું પ્રથમ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું.જેમાં પરમ પુજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે બાળ માનસ વિકાસ ની જાગૃતિ લાવી ભાવિ પેઢી માં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને ,આદર્શ બને,પારિવારિક થી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ ,સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા .

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...