NADIAD : શ્રી કાલિકા પુરાણ કથા તથા પુરુષોત્તમ માસની કથાનું આયોજન

11 months ago
2

NADIAD : 27-7-2023 THU
સ્વયંભૂ શ્રી ઘરડા કાલિકા માતાજીનું મંદિર મૂળ સ્થાનક કાળકાપુર કંસારા બજાર નડિયાદ આ મંદિર દંડ કથા મુજબ 500 વર્ષ જૂનું છે તેમાં બિરાજેલા માતાજી સ્વયંભૂ છે આ મંદિરમાં ચાર નવરાત્રી ઉજવાય છે તેમાં મુખ્ય આસો અને ચૈત્રી નવરાત્રી ની પૂજા અર્ચના ખાસ થાય છે અને હાલ પવિત્ર અધિક શ્રાવણ માસમાં આ મંદિરના પરિસરમાં શ્રી કાલિકા પુરાણ કથા તથા પુરુષોત્તમ માસની કથાનું આયોજન કરવામાં આવ્યું છે સમય દરરોજ રાત્રે 9:00 થી 11 કલાક રાખવામાં આવેલ છે આ કથામાં આવતા પ્રસંગો ભક્તિ ભાવથી ઉજવવામાં આવે છે આજરોજ શ્રી કાલિકા માતાજીનું પ્રાગટ્યનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને કથામાં આવતા શિવ કથા સમુદ્રમંથન કાલિકા પ્રાગટ્ય શિવ વિવાહ જેવા પ્રસંગો ઉજવવામાં આવે છે દર અધિક માસમાં આવા આયોજનો કરી ભક્તોને ભક્તિરસમા તરબોળ કરી આનંદ કરી માની ભક્તિ તથા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી સૌ ભક્તો આનંદની લાગણી અનુભવે છે જય માતાજી.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...