KUTCH : વિશ્વ ચેર સંરક્ષણ દિવસ

10 months ago
10

KUTCH : 26-7-2023 WED
વૈશ્વિકકક્ષાએ 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેરના જંગલોનું સંરક્ષણ અને લોકોમાં ચેરના પર્યાવરણીય મહત્વ પ્રત્યે જાગૃતતા આવે એ ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં ચેરના જંગલો 1175 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા છે, જેનો 68 ટકા વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલ છે. ચેરના વૃક્ષો વાવાઝોડા, દરિયાઈ તોફાનો સામે કુદરતી કવચ તો બને જ છે સાથે જ ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકાવે છે.
- 26 જુલાઈ - વિશ્વ ચેર સંરક્ષણ દિવસ
- ગુજરાત રાજ્યમાં ચેરના જંગલો 1175 ચો.કિ.મી. વિસ્તારમાં છે ફેલાયેલા
- ચેરના જંગલોના પ્રમાણમાં દેશમાં કચ્છ બીજા નંબરનું સ્થાન
- કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર
- ગુજરાતના કુલ ચેરના જંગલના વિસ્તાર 68 ટકા કચ્છ જિલ્લામાં
- ચેરના વૃક્ષોનો 798 ચો. કિ.મી. વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો
- વાવાઝોડા, દરિયાઈ તોફાનો સામે ચેરના વૃક્ષો કુદરતી કવચ
- ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકાવી, જમીન અને દરિયા વચ્ચે બફર ઝોન
- તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી MISHTI પ્રોજેક્ટની કરાવી છે શરુઆત
- MISHTI પ્રોજેક્ટનો ઉદેશ્ય ચેરના વાવેતર સાથે જૈવ વિવિધતાના સંવર્ધનનો.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...