SAURASHTRA : નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ

1 year ago
2

SAURASHTRA : 26-7-2023 WED
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી જૂલાઈના રોજ સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ... પ્રધાનમંત્રીશ્રી અંદાજિત રૂપિયા 393.67 કરોડના ખર્ચે તૈયાર થયેલ ‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરશે.. જેના થકી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે તથા અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણી પીવાનો લાભ મળશે.
સૌરાષ્ટ્રની સૂકી ધરાને પાણીદાર બનાવવા માટે ‘‘સૌની’’ યોજના શરુ કરવામાં આવી હતી.આ યોજના તબક્કાવાર કાર્યરત કરાઈ છે... જે અંતર્ગત પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામથી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેનાથી 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે અને 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાનું પાણી મળશે.... જ્યારે પેકેજ-9 અંતર્ગત 38 ગામોના 23 હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા 10,018 એકર જમીનને સિંચાઇની સુવિધાઓ મળશે. આમ, ‘‘સૌની’’ યોજના થકી માં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ રહી છે અને સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ ઋતુનો સિઝન લેતા થયા છે..

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...