NADIAD : વિદેશી દારૂ સહિત ₹ 25.78 લાખનો મુદ્દામાલ જપ્ત

10 months ago
5

NADIAD : 24-7-2023 MON
પોલીસને થાપ આપી ચાલક ફરાર થયો
માતરના સંધાણા ગામના બ્રીજ પરથી પોલીસે પીછો કરેલ બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા 15.78 લાખનો ઈંગ્લીશ દારૂ મળ્યો, વાહન ચાલકે ડભાણ ચોકડીએથી નાકા‌બંધી તોડતા પોલીસે પીછો કર્યો
ખેડા જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. ત્યારે માતરના સંધાણા ગામના હાઈવે પરથી પોલીસે પીછો કરેલ વાહનમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા 15.78 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવમાં ચાલક પોલીસને થાપ આપી ભાગવામાં સફળ થયો છે. મહત્વનું છે કે, 9 કીમી દુર ડભાણ ચોકડીએ નાકાબંધી તોડી ફરાર થયેલો આ ચાલક સંધાણા ગામ પાસે વાહન મુકી પલાયન થવામાં સફળતા મળી છે. પોલીસે દારૂનો જથ્થો સાથે વાહન મળી કુલ રૂપિયા 25.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગતરાત્રે ડભાણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે, આણંદ તરફથી કોઈ વાહન દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસના માણસો અહીંયા વોચમા ઊભા હતા. આ દરમિયાન વર્ણન વાળુ વાહન આવતાં પોલીસે આ બંધ બોડીની ગાડીને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી નંબર (HR 55 AK 8479)ના ચાલકે આ પોલીસની નાકાબંધી તોડી ભાગ્યો હતો.આથી ત્યાં હાજર પોલીસે આ વાહનનો પીછો કર્યો હતો અને લગભગ 9 કીમી દુર સંધાણા ગામ પાસેના ઓવરબ્રિજ પરથી આ વાહનને ઝડપી લેવામાં આવી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ વાહન ચાલક ત્યાંથી ભાગવામાં સફળ થઈ ગયો હતો. પહોચેલી પોલીસે વાહનની તપાસ આદરતા SML બંધ બોડીની ગાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ 6024 નંગ જેની કિંમત રૂપિયા 15 લાખ 78 હજાર તેમજ ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા 25 લાખ 78 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ચાલક સામે માતર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew

Loading comments...